Koch, Inc.  ગોપનિયતા નીતિ

©કૉપિરાઇટ 2024, Koch IP હોલ્ડિંગ્સ, LLC
તમામ હકો આરક્ષિત
છેલ્લે અદ્યતન કર્યું:  ઑગસ્ટ 2024

Koch, Inc. વ્યક્તિઓની તેમની માહિતીની ગુપ્તતા વિશે લોકોની’ ચિંતાઓનો આદર કરે છે. આ વૈશ્વિક નીતિ Koch Inc., ની વ્યક્તિગત માહિતી તેની સહયોગી કંપનીઓ (દા.ત.,ફ્લિન્ટ હિલ્સ રિસોર્સીસ, LLC; ઇન્વિસ્ટા ઇક્વિટીસ, LLC; જ્યૉર્જીયા-પેસિફિક LLC; મોલેક્સ, LLC; ગાર્ડિયન ઇન્ડસ્ટ્રીસ હોલ્ડિંગ્ઝ, LLC; Koch કેપેબલીટીસ, LLC; Koch મિનરલ્સ & ટ્રેડિંગ, LLC; Koch એજી & ઍનર્જી સૉલ્યુશન્સ, LLC; અને Koch એન્જીનીયર્ડ સોલ્યુશન્સ, LLC) અને તેઓની પેટાકંપનીઓને (સાથે મળીને, “Koch”) ને લાગુ પડે છે. અમારી સાઇટો પર ઑનલાઇન, અમારી સાથે લેખિત કે મૌખિક સંદેશાવ્યવહારો દ્વારા ઑફલાઇન, મોબાઇલ ઍપ્લિકેશન્સ (“ઍપ્સ”), સોશિયલ નેટવર્કિંગ પર ઉપસ્થિતિ અથવા અન્ય સ્રોતોમાંથી અમે તમારી પાસેથી અથવા તમારા વિશે એકઠી કરેલી અંગત માહિતીનાં સંદર્ભમાં અમારાં આચરણો સમજાવવા આ ગોપનીયતા નીતિ બનાવવામાં આવી હતી. આ ગોપનીયતા નીતિ અમે સમગ્ર વિશ્વમાં Koch માં જે આચરણો અમે અપનાવ્યાં છે તેનું વ્યાપક વર્ણન આપે છે, પરંતુ સ્થાનિક નિયમોમાં ફેરફાર થઈ શકે છે અને કેટલાંક ન્યાયક્ષેત્રો અમારી પ્રક્રિયા કરવાની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકી શકે છે. તેથી, આ ન્યાયક્ષેત્રોમાં અમારાં વાસ્તવિક આચરણો સ્થાનિક આવશ્યકતાઓનું પાલન કરવા માટે અમને સક્ષમ બનાવી શકે એવાં અહીં વર્ણવેલાં આચરણો કરતાં ઘણાં મર્યાદિત હોઈ શકે છે. આ ગોપનીયતા નીતિ એક કરાર નથી અને તેનાથી કરારને લગતા અધિકારો બનતા નથી કે જવાબદારીઓ ઊભી થતી નથી.

અમે ભલામણ કરીએ છીએ કે તમે પૂરેપૂરા માહિતગાર હોવાની ખાતરી કરવા આ સમગ્ર ગોપનીયતા નીતિ વાંચો. જોકે, જો તમે આ ગોપનીયતા નીતિના માત્ર ચોક્કસ વિભાગ સુધી પહોંચવા ઇચ્છો તો, તમે ચોક્કસ વિભાગ સુધી પહોંચવા નીચેની લિંક્સમાંની એક પર ક્લિક કરી શકો છો:

અમે એકત્ર કરીશું એવી વ્યક્તિગત માહિતી અને અમે તેનો કેવી રીતે ઉપયોગ કરીશું

અમે અમારી વેબસાઇટો અથવા અન્ય પ્રકારોથી તમારી વ્યક્તિગત માહિતી એકત્ર કરી શકીએ છીએ (જેમ કે ઇમેલ, ફૅક્સ, ટપાલ, ફોન, મોબાઇલ ઍપ્લિકેશન્સ, ત્રાહિત પક્ષની ઍપ્લિકેશન્સ, અમારી મુખ્ય, પેટા કે સહયોગી કંપનીઓ, વ્યાપારી ભાગીદારો અને અન્ય ત્રાહિત પક્ષકારો જેમ કે વ્યાપારી ડેટા વિક્રેતાઓ અને સાર્વજનિક ડેટાબેઝ). તમે જે રીતે માહિતી પૂરી પાડી શકો તેની મુખ્ય રીતો તમે જે પ્રકારની માહિતી સુપ્રત કરશો તેના પ્રકારો તેમજ અમે જે રીતે માહિતીનો ઉપયોગ કરી શકીએ તેની યાદી નીચે આપેલી છે. 

વ્યાપારી ઍલર્ટ્સ, સૂચનાપત્રો અને અન્ય સંવાદો બિઝનેસ ઍલર્ટ, સૂચનાપત્રો અને અન્ય સંવાદો મેળવવા માટે – તમારા નામ અને સંપર્કની વિગતો વગેરે જેવી વ્યક્તિગત માહિતી તમે પૂરી પાડી શકીએ છીએ (ઇમેલ સહિત).  તમે જે માહિતી પૂરી પાડો તેનો ઉપયોગ તમને પત્રો મોકલવા અને તમે વિનંતી કરેલી માહિતી મોકલવા તથા અમારાં ઉત્પાદનો અને સેવાઓ વિશે તમને જાણ કરવા માટે કરવો એ અમારાં અધિકૃત વ્યાપારી હિતોમાં છે. જો અમે તમને બિઝનેસ ઍલર્ટ્સ, સૂચનાપત્રો અથવા અન્ય સંવાદો મોકલીએ નહિ એમ તમે ઇચ્છતા હો તો તમે આ ગોપનીયતા નીતિના “અમારો સંપર્ક કેવી રીતે કરવો” એ વિભાગમાં પૂરી પાડવામાં આવેલી સંપર્ક માહિતી દ્વારા અમારો સંપર્ક કરીને કોઈ પણ સમયે અનસબ્સ્ક્રાઇબ કરી શકો છો.

વ્યાપારી હેતુઓ – અમારી વેબસાઇટો અને મોબાઇલ ઍપ્લિકેશન પર તમે Koch સાથે કે તેનાં ઉત્પાદનો અંગે તમારા વ્યાપારી સંબંધ સાથે સંબંધિત માહિતીની પહોંચ મેળવવા માટે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકશો.  અમારી સાથેના તમારા વ્યાપારી સંબંધો વિશેની માહિતીની તમને પહોંચ પૂરી પાડવા અને આ વેબસાઇટો અથવા મોબાઇલ ઍપ્લિકેશન્સના તમારા ઉપયોગને શક્ય બનાવવા માટે અમે આ વિગતોનો ઉપયોગ કરીએ છીએ.  તમે ટ્રેડ શો ખાતે તમારી વ્યક્તિગત માહિતી પૂરી પાડવાનું પસંદ કરી શકો છો અથવા અમે ટ્રેડ શો કે અમારા વિતરકો પાસેથી તમારી માહિતી મેળવી શકીએ છીએ.  આ માહિતીનો ઉપયોગ કરવો એ અમારા અધિકૃત વ્યાપારી હિતોમાં છે, જેથી અમે અમારી વ્યાપારી ભાગીદારીઓનું નિયમન કરી શકીએ અને માર્કેટિંગ અને વેચાણની પ્રવૃત્તિઓ કરી શકીએ.

તમે સોશિયલ નેટવર્કિંગ સેવાઓ દ્વારા અમારી સાથે જોડાવાનું પણ પસંદ કરી શકો છો (દા.ત., ફેસબુક અથવા ટ્વિટર).  જ્યારે તમે સોશિયલ નેટવર્કિંગ સેવા દ્વારા અમારી સાથે જોડાઓ ત્યારે અમે એવી વ્યક્તિગત માહિતી એકત્ર કરી શકીએ છીએ, જે તમે તે સેવાને પૂરી પાડી હોય અને આ ક્રિયા તે સેવા’ના ઉપયોગની લાગુ પડતી શરતો અને તે સોશિયલ નેટવર્કિંગ સેવામાં તમારી ગુપ્તતાના સૅટિંગ્ઝ અનુસાર હશે.  તમારી સાથેના અમારા સંવાદોમાં સુધારો લાવવા, તમારી જરૂરિયાતો અંગે અમને વધુ સારી સમજ આપવા અને જ્યાં સ્થાનિક કાનૂન હેઠળ પરવાનગી આપવામાં આવતી હોય ત્યાં અમારા વ્યાપારમાં સુધારો લાવવા માટે ત્રાહિત પક્ષકારના સ્રોતો વિશે વધારાની ડેમોગ્રાફિક માહિતી મેળવીને તમે અમને પૂરી પાડેલી માહિતીની આપૂર્તિ કરવાનું પણ તમે પસંદ કરી શકો છો.

કારકિર્દી – સમગ્ર વિશ્વમાંથી લોકો Koch કારકિર્દી અથવા સમાન વેબસાઇટો, જૉબ પોસ્ટિંગની ત્રાહિત પક્ષકારની સાઇટો, જૉબ મેળાઓ દ્વારા અથવા સીધા જ વ્યાપારી સ્થળો દ્વારા Koch સાથે નોકરી માટે અરજી કરે છે.  આ પ્રક્રિયા દ્વારા નોકરી વાંછુઓ જે માહિતી પૂરી પાડે છે તે ઘણી વખત ત્રાહિત પક્ષના સેવા પ્રદાતાઓ દ્વારા જાળવવામાં આવતી હોય છે. અમેરિકાની અંદરનાં સ્થાનોમાં આ માહિતી જાળવવામાં આવી શકે છે, જે અમારી વૈશ્વિક ભરતી ટીમ માટે સુલભ છે અને અમારી કંપનીની અંદર વિવિધ હોદ્દાઓ માટે તમારું મૂલ્યાંકન કરવાના હેતુથી અમારા કૉપોરેટ સહયોગીઓને તે આપવામાં આવી શકે છે.  નોકરી વાંછુઓ દ્વારા સુપ્રત કરવામાં આવેલી માહિતી, જેમ કે નામ, સંપર્ક વિગતો અને અન્ય કોઈ પણ માહિતી કે જે અરજી માટે પ્રાસંગિક હોય તેનો ઉપયોગ નોકરી માટે તેમની લાયકાતોને મૂલવવા અને રોજગારની સંભવિત તકો વિશે તેમનો સંપર્ક કરવા માટે થાય છે. પસંદગી પ્રક્રિયામાં આ માહિતીનો ઉપયોગ કરવો અને તમારી સાથે વાતચીત કરવી તે અમારા કાયદેસરના વ્યાપારીક હિતમાં છે અને અમને આ માહિતી પ્રદાન કરવી જરૂરી રહેશે જેથી અમે તમારી અરજીનું મૂલ્યાંકન કરી શકીએ. તે વ્યક્તિઓ કે જેઓ Koch તરફથી રોજગાર ઓફર સ્વીકારે છે, તમે ભરતી પ્રક્રિયા દરમિયાન પ્રદાન કરેલી માહિતીનો ઉપયોગ પૂર્વ-નિયુક્તિ પ્રક્રિયામાં થઈ શકે છે અને અમારી માનવ સંસાધન પ્રણાલીમાં તમારી કર્મચારી પ્રોફાઇલમાં દાખલ થઈ શકે છે. આ માહિતીનો ઉપયોગ માનવ સંસાધન વહીવટ, અહેવાલ અને સંચાલન અને કાનૂની/નિયમનકારી અનુપાલન માટે કરવામાં આવશે. તમે જરૂરિયાત મુજબ તમારી માહિતીને અપડેટ અથવા ફેરફાર કરવાની વિનંતી કરી શકો છો.

Koch ને ચોક્કસ સરકારી રેકોર્ડકીપિંગ અને રિપોર્ટિંગ ફરજો પૂરી કરવા દેવા (ખાસ કરીને યુ.એસ.માં), નોકરી શોધનારાઓ સંવેદનશીલ અંગત માહિતી, જેમ કે વંશ, લિંગ, અશક્તતા સ્થિતિ કે વંશીય પૃષ્ઠભૂમિ પૂરી પાડવાનું પસંદ કરી શકે.  રોજગાર માટે ઉમેદવારોની લાયકાતોનું મૂલ્યાંકન કરવામાં’ આ માહિતીને ધ્યાન પર લેવામાં આવશે નહિ.

સંપર્ક – જો તમે અમારી વેબસાઇટ પરની  “અમારો સંપર્ક કરો” લિંક મારફતે, તે જ રીતે Koch સહયોગીઓની’ વેબસાઇટ્સ પર, અથવા આ ગોપનીયતા નીતિના “અમારો સંપર્ક કેવી રીતે કરવો” વિભાગમાં પૂરી પાડેલી સંપર્ક માહિતી દ્વારા, પ્રશ્નો, વિનંતીઓ કે ટિપ્પણીઓ વડે અમારો સંપર્ક કરો તો, અમે તમારી ઓળખ ચકાસવા અથવા તમારા પ્રશ્નો, વિનંતીઓ કે ટિપ્પણીઓનો જવાબ આપીએ છીએ તેવી ખાતરી કરવા આંતરિક ધોરણે તપાસ પર પગેરું રાખવા તમારી અંગત માહિતી પર પ્રક્રિયા કરી શકીએ છીએ. 

વિષયવસ્તુ, સ્વીપસ્ટેક્સ, પ્રમોશન અને ઇ-કૉમર્સ – જો તમે કૂપનની વિનંતી કરો, અથવા સ્પર્ધાઓ, સ્વીપસ્ટેક્સ, પ્રમોશન કે ઇ-કૉમર્સની વેબસાઇટો કે જેનો સંબંધ Koch અથવા અમારાં ઉત્પાદો કે સેવાઓ સાથે હોય તો અમે તમારું નામ, સંપર્કની વિગતો અને ચૂકવણીની વિગતો જેવી વ્યક્તિગત માહિતી એકત્ર કરી શકીએ છીએ.  જો તમે અન્ય વ્યક્તિ’ની માહિતી અમને પૂરી પાડો તો આ માહિતી અમને પૂરી પાડતાં પહેલાં અને સૂચવેલી રીતે અમે આ માહિતીનો ઉપયોગ કરી શકીએ તે માટે તમારે પ્રથમ તે વ્યક્તિ પાસેથી યોગ્ય સંમતિપત્રક મેળવવાનું રહેશે.  તમારી સાથે સંવાદ કરવા અને તમારી વિનંતીઓ અને ખરીદીઓ પર પ્રક્રિયાઓ કરવા માટે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવો એ અમારાંઅધિકૃત વ્યાપારી હિતોમાં છે.  જ્યારે અમે અમારા કાયદેસર વ્યાપારિક હિતોને પહોંચી વળવા માટે વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ, અમે તમારી ગોપનીયતા સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે અને અમારા કાયદેસરના વ્યાપારી હિતો તમારી રુચિઓ અથવા મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓને ઉપરવટ ન જાય તેની ખાતરી કરવા માટે અમે મજબૂત સુરક્ષાઓ મૂકીએ છીએ.

કરારનાં બંધનો – જો તમે વિક્રેતા અથવા ઠેકેદાર હો તો અમે તમને તમારું નામ, ફોટો, સંપર્કની વિગતો અથવા વ્યાપારી અને આર્થિક વિગતો વગેરે જેવી વ્યક્તિગત માહિતી પૂરી પાડવાનું કહી શકીએ છીએ જેથી તમારું ઍકાઉન્ટ બનાવી શકાય અને તેનો વહીવટ કરી શકાય, ચૂકવણીની પ્રક્રિયા કરી શકાય અને આંતરિક તથા કાનૂની આવશ્યકતાઓનું પાલન કરી શકાય (જેમાં જ્યાં લાગુ પડતું હોય ત્યાં તબીબી પરીક્ષણ અને દેખરેખની આવશ્યકતાઓનો સમાવેશ થઈ શકે છે).  અમે આ હેતુ માટે તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ, જેથી અમે તમારી સાથેના અમારા કરારનાં બંધનોનું પાલન કરી શકીએ.

અભિપ્રાય – તમે અમારી વેબસાઇટો પર અભિપ્રાય આપવા સમર્થ હોય આપી શકો છો.  જો તમે અમને તમારો અભિપ્રાય આપવાનું પસંદ કરો તો અમે તમારી વ્યક્તિગત માહિતીની વિનંતી કરી શકીએ છીએ.  અમારી વેબસાઇટોનો ઉપયોગ કરવા અંગેના તમારા અનુભવ વિશે પણ અમે તમને પૂછી શકીએ છીએ.  તમે જે માહિતી પૂરી પાડો તેનો ઉપયોગ અમારી વેબસાઇટમાં સુધારા કરવા, અમારાં ઉત્પાદનોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અથવા ઉત્પાદનો અને સેવાઓ વિશે તમને જાણ કરવા માટે અમે કરીએ એ અમારા અધિકૃત વ્યાપારી હિતોમાં છે. 

બનાવો અને આરોપો – જ્યારે તમે બનાવ કે આરોપ વિશે માહિતી પૂરી પાડો ત્યારે તમારા નામ, સંપર્ક વિગતો અને બનાવ તથા આરોપ વિશે કોઈ પણ સંબંધિત માહિતી સહિતની વિસ્તૃત વ્યક્તિગત માહિતી એકત્ર કરવામાં આવી શકે છે.  કોઈ પણ લાગુ પડતી કંપની અથવા કાનૂની જરૂરિયાતોની તપાસ કરવા અને તેનું અનુપાલન કરવા માટે અમે આ વિગતોનો ઉપયોગ કરીએ છીએ. અમે તપાસ દરમિયાન જરૂર પડે તે પ્રમાણે અથવા તમે જે માહિતી પૂરી પાડો તેના સંબંધમાં કોઈ પણ કાનૂની જવાબદારીનું પાલન કરવા, તમારી માહિતી ત્રાહિત પક્ષકારોને ટ્રાન્સફર કરી શકીએ અને જાહેરાત કરી શકીએ.

ઇન્ફર્મેશન ટૅકનોલોજી/ભૌતિક સલામતી – અમે સલામતી અંગેનાં જોખમો પારખતી વખતે અને તેની સામે રક્ષણ આપતી વખતે અમારાં અધિકૃત ધંધાકીય હિતો અને અમારાં કાનૂની બંધનો અનુસાર અંગત માહિતી એકત્ર કરી શકીએ.  સલામતી સામેનાં ઑનલાઇન જોખમો (દા.ત., હુમલાઓ, વાઇરસ, માલવેર, સ્પામ, ફિશિંગ, શંકાસ્પદ વેબ કન્ટેન્ટ) પારખવા અને તેની સામે રક્ષણ માટે, અમારી માહિતી વ્યવસ્થાઓ અને સંપત્તિઓના વ્યાપારી સાતત્યને વેગ આપવા અને અમારી IT વ્યવસ્થાઓના ઇષ્ટતમ દેખાવને જાળવવા માટે અમે IT નાં વિવિધ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. એ પ્રમાણે, અમારી સુવિધાઓની ભૌતિક સલામતીની ખાતરી કરવા, જ્યાં સ્થાનિક કાયદા દ્વારા મંજૂરી આપેલી હોય ત્યાં, તમે Koch મિલકત પર હો તે વખતે અમે સર્વેલન્સ સિસ્ટમ્સ અને/અથવા લોકેશન ટ્રૅકિંગનો ઉપયોગ કરીને, તમારી ઉપસ્થિતિનું દસ્તાવેજીકરણ કે તમારી ઓળખ ચકાસી શકીએ છીએ.

માહિતીના અન્ય ઉપયોગો – તમે અમને જે વ્યક્તિગત માહિતી પૂરી પાડશો તેનો ઉપયોગ અમે અમારાં અધિકૃત વ્યાપારી હિતો અનુસાર સામાન્ય આંતરિક વ્યાપારી હેતુઓ માટે કરી શકીએ છીએ.  આ હેતુઓમાં અમારી વેબસાઇટોના વહીવટો, ડેટાનું વિશ્લેષણ, છેતરપિંડીના અટકાવ અને અમારાં કાનૂની બંધનો, ધોરણો, નીતિઓ અને કાર્યપ્રણાલીઓ સાથેના અનુપાલનનો સમાવેશ થાય છે (એટલે કે, પૂરતા ખંત સાથેની તપાસો અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં તપાસને મંજૂરી આપવી). 

શિષ્યવૃત્તિઓ, અનુદાન અને પુરસ્કારો – Koch દ્વારા ઓફર કરવામાં આવતી શિષ્યવૃત્તિઓ, અનુદાન અથવા પુરસ્કારો માટે અરજી કરતી વખતે તમે તમારું નામ, સંપર્ક વિગતો, શિક્ષણની વિગતો, રોજગારની વિગતો, લાયકાતો, પુરસ્કારો વગેરે જેવી વ્યક્તિગત માહિતી પૂરી પાડી શકો છો.  તમે પસંદગીની પ્રક્રિયામાં અમને જે માહિતી પૂરી પાડો તેનો ઉપયોગ અમે તમારી સાથે સંવાદ કરવા અને તે માહિતીના પ્રાપ્તિકર્તાઓની યાદી પ્રકાશિત કરવા માટે કરીએ તે અમારા અધિકૃત વ્યાપારી હિતોમાં છે.  વિનંતી કરાયેલ માહિતી અમને પૂરી પાડો એ તમારા માટે જરૂરી છે, જેથી અમે તમારી અરજીનું મૂલ્યાંકન કરી શકીએ.   

જ્યારે અમારે કાયદા દ્વારા અમુક પ્રકારની વ્યક્તિગત માહિતી એકત્ર કરવાની કે તેનો ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે તેમ કરવા માટે અમે તમારી સ્પષ્ટ સંમતિ પ્રાપ્ત કરી શકીએ છીએ (દાખલા તરીકે, અમારી પ્રત્યક્ષ વેચાણની પ્રવૃત્તિઓ સાથેના સંબંધમાં અથવા જ્યારે અમે સંવેદનશીલ વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરીએ ત્યારે).  તમારી અંગત માહિતી પર પ્રક્રિયા કરવા જો અમે તમારી સંમતિ માગીએ તો તમે આ ગોપનીયતા નીતિના અંતે આપેલી વિગતોનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરીને કોઈપણ સમયે તમારી સંમતિ પાછી ખેંચી શકો છો. 

સ્વયંભૂ ઉપાયોથી અમે એકત્ર કરીએ એવી માહિતી

જ્યારે તમે અમારી વેબસાઇટો અને ઍપ્લિકેશન્સની મુલાકાત લો છો અને તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો ત્યારે અમે "અન્ય માહિતી” એકત્ર કરી શકીએ છીએ જે તમારી વિશિષ્ટ ઓળખને જાહેર કરતી ન હોય, અને આનો હેતુ અમારા મુલાકાતીઓ માટે અમારી વેબસાઇટો શ્રેષ્ઠ રીતે કેમ તૈયાર કરવી તે જાણવાનો છે.  અમે અન્ય કઈ માહિતી એકત્ર કરી શકીએ અને ત્રાહિત પક્ષના સેવા પ્રદાતાઓ કેવી રીતે આ માહિતી એકત્ર કરી શકે તેનાં ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

એકીકૃત માહિતી – એકીકૃત કરેલી વપરાશકર્તાની માહિતી તમારી કે અન્ય કોઈ પણ વપરાશકર્તાની વ્યક્તિગત રીતે ઓળખ કરતી નથી (દાખલા તરીકે, જેમનો ચોક્કસ ટેલિફોન વિસ્તાર કોડ ધરાવતા અમારા વપરાશકર્તાઓની ટકાવારીની ગણતરી કરવા માટે અમે વપરાશકર્તાની માહિતી એકીકૃત કરી શકીએ છીએ).  એકીકૃત માહિતી આ ગોપનીયતાની નીતિ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે છે.

ઍપના વપરાશનો ડેટા – જ્યારે તમે કોઈ ઍપ ડાઉનલોડ કરો અને તેનો ઉપયોગ કરો ત્યારે અમે અને અમારા સર્વીસ પ્રદાતાઓ ઍપના વપરાશનો ડેટા ટ્રૅક કરી શકીએ છીએ અને એકત્ર કરી શકીએ છીએ, જેમ કે તમારા ડિવાઇસ પરની ઍપ અમારાં સર્વરને ઍક્સેસ કરે છે તે તારીખ અને સમય અને તમારા ડિવાઇસના નંબરના આધારે ઍપમાં કઈ માહિતી અને ફાઇલો ડાઉનલોડ કરવામાં આવી છે.

બ્રાઉઝર અને ડિવાઇસની માહિતી – અમુક માહિતી મોટાભાગનાં બ્રાઉઝરો દ્વારા અથવા તમારા ડિવાઇસ દ્વારા આપોઆપ એકત્ર કરવામાં આવે છે, જેમ કે તમારા કમ્પ્યૂટરનો પ્રકાર, ઑપરેટિંગ સિસ્ટમનું નામ અને સંસ્કરણ, ડિવાઇસના ઉત્પાદ અને મોડલ, ઇન્ટરનેટ બ્રાઉઝરનો પ્રકાર અને સંસ્કરણ તથા તમે જેનો ઉપયોગ કરી રહ્યા હો એવી ઑનલાઇન સેવાઓ (જેમ કે ઍપ્સ) નાં નામ અને સંસ્કરણ.  ઑનલાઇન સેવાઓ બરાબર રીતે કામ કરે તેની ખાતરી કરવા માટે અમે આ માહિતીનો ઉપયોગ કરીએ છીએ.

કૂકીઝ – તમે જેનો ઉપયોગ કરતા હો એવા કમ્પ્યૂટર કે મોબાઇલ ડિવાઇસ પર સીધેસીધી સંગ્રહાતી માહિતીના ટુકડાઓને કૂકીઝ કહે છે.  કૂકીઝ અમને ઑનલાઇન સેવાઓ પર વિતાવેલો સમય, જેની મુલાકાત લીધી હોય એવાં પૃષ્ઠો અને અન્ય એકીકૃત વેબસાઇટના ટ્રાફિક ડેટા જેવી માહિતી એકત્રિત કરવાની મંજૂરી આપે છે.  અમે અને અમારા સેવા પ્રદાતાઓ માહિતીનો ઉપયોગ સુરક્ષા હેતુઓ માટે, નેવિગેશનને સરળ બનાવવા, માહિતીને વધુ અસરકારક રીતે પ્રદર્શિત કરવા, આંકડાકીય માહિતી એકત્રિત કરવા અને ઑનલાઇન હોવા પર તમારા અનુભવને વ્યક્તિગત કરવા માટે કરીએ છીએ. તમારી સંમતિ વિના, જ્યાં કાયદા દ્વારા આવશ્યક છે, અમે ફક્ત આવશ્યક કૂકીઝનો ઉપયોગ કરીશું જે અમારી વેબસાઇટની’ કાર્યક્ષમતાના યોગ્ય વિતરણની ખાતરી કરવા માટે અમારા માટે જરૂરી છે.

કૂકીઝને કારણે વધુમાં અમે એ પસંદ કરી શકીએ છીએ કે અમારી કઈ જાહેરાતો કે ઑફરો તમને અપીલ કરે એવી શક્યતા વધારે છે અને તમે જ્યારે ઑનલાઇન સેવાઓ પર હો ત્યારે અમે આ જાહેરાતો દર્શાવીએ છીએ અથવા તમને જાહેરાતો અને માર્કેટિંગના ઇમેલ મોકલી શકીએ છીએ.  અમે કૂકીઝ અથવા અન્ય ટૅકનોલોજિનો ઉપયોગ અમારી ઑનલાઇન જાહેરાતો અને માર્કેટિંગના ઇમેલના જવાબો ટ્રૅક કરવા માટે પણ કરી શકીએ છીએ.  તમે http://optout.networkadvertising.org/#!/ પર NAI ના સહભાગી સભ્યો દ્વારા સૅટ કરાયેલી કૂકીઝનો ઉપયોગ કરીને આવી ઇન્ટરનેટ આધારિત જાહેરાતોમાંથી નીકળી જઈ શકો છો.  ઇન્ટરનેટ આધારિત જાહેરાતોમાંથી નીકળી જવાનો અર્થ એ નથી કે તમને ઑનલાઇન જાહેરાતો બિલકુલ દેખાશે નહિ. તેનો અર્થ એવો થાય છે કે તમે જેનાથી દૂર થઈ જશો એવી કંપની અથવા કંપનીઓ એવી કોઈ પણ જાહેરાતો બતાવશે નહિ જે તમારા રસ-રૂચિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

જો કૂકીઝના ઉપયોગ દ્વારા માહિતી એકત્ર કરવામાં ન આવે તેમ તમે ઇચ્છતા હો તો મોટાભાગનાં બ્રાઉઝરમાં એક સરળ કાર્યપ્રણાલી છે જેનાથી તમે કૂકીઝને આપોઆપ નકારી શકો છો અથવા જે તે સાઇટની ચોક્કસ કૂકી (અથવા કૂકીઝ) તમારા કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર થતી નકારવાનો અથવા સ્વીકારવાનો વિકલ્પ મેળવી શકો છો. તમારા બ્રાઉઝરનાં સૅટિંગ્ઝ બદલીને અથવા તમારા ન્યાયક્ષેત્રના આધારે અલગ રીતે પોસ્ટ કરેલા કૂકી સ્ટેટમેન્ટમાં નોંધ્યા પ્રમાણે અથવા પોસ્ટેડ કૂકી મેનેજર દ્વારા તમારી ટ્રૅકિંગની પસંદગીઓને નિયંત્રિત કરીને તમે પસંદ કરી શકો છો કે કૂકીઝ સ્વીકારવી કે નહિ.  જોકે, જો તમે કૂકીઝ સ્વીકારો નહિ તો ઑનલાઇન સેવાઓના તમારા ઉપયોગમાં તમે થોડી અવગડ અનુભવી શકો છો.  દાખલા તરીકે, અમે તમારું કમ્પ્યૂટર ઓળખી ન શકીએ એમ બને અને તમે મુલાકાત લો એવા દરેક સમયે તમારે લૉગ ઇન થવાની જરૂર પડી શકે છે. તમે અમારી તરફથી જાહેરાતો કે અન્ય ઓફરો પણ ન મેળવો એમ બની શકે છે જે તમારા રસ-રુચિ અને જરૂરિયાતોને અનુકૂળ હોય.  આ સમયે, જ્યાં કાયદા દ્વારા અમારે ફરજિયાતપણે જવાબ આપવો જરૂરી હોય એવાં ન્યાયક્ષેત્રો સિવાય બ્રાઉઝરના “ડુ-નૉટ-ટ્રૅક” સિગ્નલોનો અમે પ્રતિસાદ આપતા નથી.

IP ઍડ્રેસ – તમારું IP ઍડ્રેસ એ સંખ્યા છે જે તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) તરફથી મળતી સેવાઓનો તમે ઉપયોગ કરી રહ્યા હો ત્યારે તમારા કમ્પ્યૂટરને આપોઆપ ફાળવવામાં આવે છે.  જ્યારે પણ વપરાશકર્તા ઑનલાઇન સેવાઓ ઍક્સેસ કરે છે ત્યારે વિઝિટના સમય અને વિઝિટ કરેલાં પૃષ્ઠ(ષ્ઠો) સહિત અમારી સર્વર લૉગ ફાઇલોમાં IP ઍડ્રેસ ઓળખવામાં આવે છે અને આપોઆપ લૉગ ઇન થઈ જાય છે. IP ઍડ્રેસ ભેગાં કરવાં એ પ્રમાણિત પ્રક્રિયા છે અને ઘણી વેબસાઇટો, ઍપ્લિકેશન્સ અને અન્ય સેવાઓ દ્વારા તે આપોઆપ કરવામાં આવે છે.  વપરાશનાં સ્તરો ગણવા, સર્વરની સમસ્યાઓનું નિદાન કરવા અને અમારી ઑનલાઇન સેવાઓ આપવા જેવા હેતુઓ માટે અમે IP ઍડ્રેસનો ઉપયોગ કરીએ છીએ.  અમારી વેબસાઇટ પર મુલાકાતીઓ વિશ્વના કયા વિસ્તારોમાંથી આવે છે તે સમજવા માટે પણ અમે તમારા IP ઍડ્રેસમાંથી સ્થળનો અંદાજિત પતો લગાવીએ છીએ.

ભૌતિક સ્થાન આધારિત સેવાઓ – જો તમે અમને તમારા ડિવાઇસનો જીયોલોકેશન ડેટા (એટલે કે, તમારા સાધનનું ભૌતિક સ્થાન) એકત્રિત કરવાની સંમતિ આપી હોય તો અમે, દાખલા તરીકે સૅટેલાઇટ, સેલ ફોન ટાવર, વાઇ-ફાઇ સિગ્નલો, અથવા અન્ય ટૅકનોલોજીનો ઉપયોગ કરીને, તે એકત્રિત કરી શકીએ. અમે તમને સ્થળ આધારિત સેવાઓ અને વિષયવસ્તુ પૂરી પાડવા તમારા ડિવાઇસ’ના ભૌતિક સ્થાનનો  ઉપયોગ કરી શકીએ.

ઉદાહરણ તરીકે, અમારી કેટલીક ઍપ્સ તમને ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા સંમત થઈને સ્થળ-આધારિત ઓફર્સ મેળવવા નોંધણી કરવાની છૂટ આપે છે જે તમારા મોબાઇલ ડિવાઇસ મારફતે તમારા સ્થળ વિશેની માહિતી એકઠી કરવામાં અમને સક્ષમ બનાવે છે.  જો તમે ઍપ મારફતે (કાં તો તમારા શરૂઆતના લોગ-ઇન દરમિયાન અથવા તો મોડેથી) ઑફર્સ મેળવવા સંમત થાવ તો તેના દ્વારા અને તમારા મોબાઇલ ડિવાઇસમાં આ ક્ષમતાઓને સક્રિય કરીને અમે આ માહિતી એકત્ર કરીએ છીએ.  વધુમાં, જો તમે તમારા વ્યવસાયમાં પ્રવૃત્તિઓ કરવામાં ઉપયોગમાં લેવા માટે અમારી કોઈ ધંધાકીય એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો, તો અમે તમારા અને અન્ય વપરાશકર્તાઓના લાભ માટે માહિતી પૂરી પાડવા તમારા મોબાઇલ ડિવાઇસનું ભૌગોલિક સ્થાન (જો તમે આ ડેટા સંગ્રહ કરવાની સંમતિ આપો) એકત્રિત કરી શકીએ.  ઉદાહરણ તરીકે, જો તમે મોટર કેરીઅર (વાહક) માટે ડ્રાઇવર હો, અને મોટર કેરીઅર લોજીસ્ટિક્સ માટે ડિઝાઇન કરેલી અમારી ધંધાકીય એપ્લિકેશન્સમાંથી એક ડાઉનલોડ કરો, તો અમે શિપમેન્ટની સ્થિતિનું પગેરું રાખવા અને ગ્રાહકો, શિપર્સ કે કેરીઅર્સ માટે લોજીસ્ટિક્સ સેવાઓ પૂરી પાડવા, તમારા મોબાઇલ ડિવાઇસનું ભૌગોલિક સ્થાન (જો તમે સંમતિ આપો) એકત્રિત કરી શકીએ.  

પિક્સેલ ટૅગ્ઝ અથવા સમાન ટૅકનોલોજિ – ઑનલાઇન સેવાઓના વપરાશકર્તાઓની કામગીરી ટ્રૅક કરવા માટે (ઇમેલના પ્રાપ્તિકર્તાઓ સહિત), અમારાં માર્કેટિંગ અભિયાનોની સફળતા માપવા માટે અને ઑનલાઇન સેવાઓના ઉપયોગ તથા પ્રતિસાદના દરો વિશેના આંકડાનું સંકલન કરવા માટે વગેરે હેતુઓ માટે પિક્સેલ ટૅગ્ઝ (જે વેબ બીકન્સ અને ક્લિયર GIF તરીકે પણ ઓળખાય છે)નો ઉપયોગ થઈ શકે છે.  અમે ગૂગલ ઍનાલિટિક્સ અને ફેસબુક પિક્સેલ્સ અથવા સમાન જેવા ટૂલ્સનો પણ ઉપયોગ કરીએ છીએ, જે અમારી સેવાઓના ઉપયોગ વિશેની માહિતી એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા તથા પ્રવૃત્તિઓ, વલણો અને સામગ્રી તથા જાહેરાતોના વૈયક્તિકરણની જાણ કરવા માટે કૂકીઝ અને સમાન તકનીકોનો ઉપયોગ કરે છે.  આ સેવાઓ અન્ય વેબસાઇટો, ઍપ્સ અને ઑનલાઇન સંસાધનોના ઉપયોગ વિશે માહિતી એકત્ર કરી શકે છે.  તમે www.google.com/policies/privacy/partners/ પર જઈને, https://tools.google.com/dlpage/gaoptout ખાતે ઉપલબ્ધ ગૂગલ ઍનાલિટિસ ઑપ્ટ-આઉટ બ્રાઉઝર ઍડ-ઑન ડાઉનલોડ કરીને ગૂગલ’ની પ્રેક્ટિસ વિશે વધુ માહિતી મેળવી શકો છો. તમે ફેસબુક’નાં વ્યવહારો વિશે વધુ માહિતી  https://www.facebook.com/ads/about/?entry_product=ad_preferences પર જઇને મેળવી શકો  છો અને  http://www.aboutads.info/choices અને http://www.youronlinechoices.eu/ ની મુલાકાત લઇને નાપસંદ કરી શકો છો.

અમે તમારી માહિતી કોને આપી શકીએ

અમે તમારી વ્યક્તિગત માહિતી નાણાકીય વિચારણા માટે વેચતા નથી. અમે તમારા વિશે પ્રાપ્ત કરેલી વ્યક્તિગત માહિતીની શ્રેણીઓ (ઉપર વર્ણવ્યા પ્રમાણે) નીચે વર્ણવેલ ત્રાહિત્ર પક્ષોની શ્રેણીઓ સાથે શેર કરી શકીએ છીએ. તમે માહિતી પૂરી પાડો તે સમયે અને/અથવા નીચેના સંજોગોમાં અમે માહિતી જાહેર કરી શકીએ:

બિઝનેસ ટ્રાન્સફર – અમે તમારી વ્યક્તિગત માહિતી, વપરાશની માહિતી અને તમારા વિશેની અન્ય માહિતી અમારી સંપત્તિઓના અમુક ભાગ કે તમામને પક્ષકારો સંપાદિત કરે ત્યારે તેમને અમે આપી શકીએ છીએ, તેમજ ઍટર્ની અને પરામર્શકોને પણ આપી શકીએ છીએ. જો અમે તમારી માહિતી તેના પ્રાપ્તિકર્તાને ટ્રાન્સફર કરીએ તો અમે પ્રાપ્તિકર્તાને તમારી માહિતીનો આ ગોપનીયતા નીતિ સાથે સાતત્ય જળવાય તે રીતે ઉપયોગ કરવા માટે વાળવાના વાજબી પ્રયત્નો કરીશું.  વધુમાં જો અમારા દ્વારા કે અમારી વિરુદ્ધમાં દેવાળિયાપણાની કે પુન:સંગઠનની કાર્યવાહી કરવામાં આવે તો તમારી માહિતી કંપનીની સંપત્તિ ગણાશે, જે ત્રાહિત પક્ષકારોને વેચવામાં આવી શકે છે અથવા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.

કોર્પોરેટ આનુષંગિકો – તમે પૂરી પાડેલી માહિતી (જેમ કે તમારા ઓર્ડર્સ, પૂછપરછો, ઍપ્લિકેશન્સ અથવા અમારી વેબસાઇટના ઉપયોગ વિશે માહિતી‌‌) અમે Koch અને Koch ના આનુષંગિકો આ ગોપનીયતા નીતિમાંં વર્ણવેલા હેતુઓ માટે આપી શકીએ છીએ.   અમે અમારા વ્યાપારને વધુ કાર્યક્ષમ રીતે ચલાવવા માટે અને સમગ્ર વ્યાપારી હરોળોમાં અમારા ગ્રાહકોની વધુ સારી સમજ મેળવવા માટે અમે આ કામ કરીએ છીએ.

કાયદાના અમલ બજાવણી એજંસીઓ, અદાલતો, નિયામકો, સરકારી સત્તાવાળાઓ અથવા અન્ય ત્રાહિત પક્ષકારો – (i) કાનૂની બંધનનું પાલન કરવા, (ii) જ્યારે આપણે સદ્ભાવનાથી માનીએ છીએ કે કાયદાને તેની જરૂર છે, (iii) તપાસ હાથ ધરતી સરકારી સંસ્થાઓની વિનંતી પર, (iv) અમારી નીતિઓની ખરાઈ કરવા કે અમલ કરવા, ઉપયોગની અન્ય શરતો અને અન્ય સમજૂતીઓનો અમલ કરવા અથવા Koch, અમારા ગ્રાહકો અને અન્યોના અધિકારો, સંપત્તિ અથવા સલામતીનું રક્ષણ કરવા માટે, (v) કટોકટીનો પ્રતિસાદ આપવા માટે, (vi) જ્યારે અમે માનીએ છીએ કે શારીરિક નુકસાન અથવા નાણાકીય હાનિ ટાળવા માટે જ્યારે જાહેરાત કરવી જરૂરી હોય કે યોગ્ય હોવાનું અમે માનતા હોઈએ અથવા શંકાસ્પદ કે વાસ્તવિક ગેરકાનૂની પ્રવૃત્તિ અથવા (vii) અન્યથા ત્રાહિત પક્ષકારો, અમારી સેવાઓના વપરાશકર્તાઓ અથવા જનતાનાં અધિકારો, સંપત્તિને રક્ષણ આપવા, સલામતી કે સુરક્ષા માટે અમે તમારી માહિતી ત્રાહિત પક્ષકારોને ટ્રાન્સફર કરી શકીએ છીએ અને જાહેર કરી શકીએ છીએ.

માર્કેટિંગ ભાગીદારો – અમુક કિસ્સાઓમાં અમે કેટલીક નેટવર્ક જાહેરાત કંપનીઓ અને પ્રકાશકોને અમારી સાઇટો પર વ્યક્તિગત માહિતી એકત્ર કરવા માટે પરવાનગી આપી શકીએ છીએ.  વધુમાં, અને કાયદા દ્વારા પરવાનગી હોય ત્યારે, અમારા ધંધાકીય ભાગીદારો તમારા વિશેની એ અંગત માહિતી મેળવી શકે છે, જેને અમે આવા ધંધાકીય ભાગીદારોના’ ડેટા સાથે જોડી હોય. માહિતીના સંયુક્ત સૅટનો ઉપયોગ કરીને અમારા ધંધાકીય ભાગીદારો સાથે આ સહકાર તમને રસ પડે એવા પ્રમોશનલ સંદેશાઓ સહિયારા મોકલવા માટે છે.  જો તમે આ સંયુક્ત સંદેશાઓ ન મેળવવાનું પસંદ કરો તો તમે આવા કોઈ પણ સંદેશમાં સમાવેલી સૂચનાઓનું પાલન કરીને બહાર નીકળી જઈ શકો છો.

બિન-વ્યક્તિગત માહિતી – અમે વપરાશકર્તાના એકંદર આંકડાઓ, ડેમોગ્રાફિક માહિતી અને વપરાશની માહિતી વગેરે જેવી બિન-વ્યક્તિગત માહિતી ત્રાહિત પક્ષકારોને આપી શકીએ છીએ.

તમારી સંમતિ સાથે માહિતી – આપવી ત્રાહિત પક્ષકારો તરફથી માહિતી અથવા માર્કેટિંગની ઑફરો મેળવવા માટે જોડાવાની તક આપીને અથવા અન્યથા ત્રાહિત પક્ષકારોને તમારી માહિતી આપવા દેવાની સંમતિ આપવાની તક અમારી સેવાઓ તમને આપી શકે છે. જો તમે તમારી વ્યક્તિગત માહિતી ત્રાહિત પક્ષને આપવાની સંમતિ આપો તો તમારી વ્યક્તિગત માહિતી ગોપનીયતાની નોટિસ અને તે ત્રાહિત પક્ષનાં વ્યાપારી આચરણોને આધીન તે પક્ષને જાહેર કરવામાં આવશે.

ત્રાહિત પક્ષના સેવા પ્રદાતાઓ – તમારી વિનંતીઓ પર પ્રક્રિયા કરવા માટે, વિવિધ ફીચર્સ, સેવાઓ અને સાહિત્ય આ સેવાઓ દ્વારા તમને ઉપલબ્ધ કરાવવા માટે, તમારી પૂછપરછનો જવાબ આપવા માટે અને આ ગોપનીયતા નીતિના વિભાગ “અમે તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીશું” માં વર્ણવવામાં આવેલા અન્ય હેતુઓ માટે અમે તમારી વ્યક્તિગત માહિતી અથવા વપરાશની માહિતી એવા ત્રાહિત પક્ષકારોને આપી શકીએ છીએ, જેઓ અમારા તરફથી (અથવા અમારા ભાગીદારો તરફથી) કાર્યો કરતાં હોય, જેમ કે કંપનીઓ અથવા લોકો: જે અમારી સાઇટોને હોસ્ટ કરે છે કે ઑપરેટ કરે છે; ડેટાનું વિશ્લેષણ કરે છે; ગ્રાહક સેવા પૂરી પાડે છે; ઉત્પાદના નમૂનાઓ ટપાલથી મોકલે છે અથવા ચૂકવણીનું નિયમન કરે છે; જાહેરાતકારો; પ્રાયોજકો અથવા અન્ય ત્રાહિત પક્ષકારો કે જેઓ અમારા પ્રચાર, ઇ-કૉમર્સની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય અથવા આવી પ્રવૃત્તિઓ કરાવતા હોય, માર્કેટિંગ અથવા પ્રમોશન સાથે સંબંધિત સહાયતા પૂરી પાડે (જેમ કે વિજેતાની પસંદગી, ઇનામો આપવાં અને કાયદા દ્વારા જરૂરી હોય તે પ્રમાણે, જેમ કે વિજેતાઓની યાદી સાથેના સંબંધમાં), અથવા જોખમના નિયમન, અનુપાલન, કાનૂની અને ઑડિટનાં કાર્યોમાં મદદ કરતા હોય. અમારા તરફથી સેવાઓ પૂરી પાડવાની હોય અથવા કાનૂની આવશ્યકતાઓનું પાલન કરવા માટે જરૂરી હોય તે સિવાય આ સેવા પ્રદાતાઓને માહિતીના ઉપયોગ કે જાહેરાત કરવાની પરવાનગી અમે આપતા નથી.

એક ધંધામાંથી બીજા ધંધાની લેવડદેવડો – અમે ચોક્કસ એપ્લિકેશન્સ ઉપલબ્ધ કરાવીએ છીએ જે વ્યવસાયો વચ્ચેના વ્યવહારને સરળ બનાવે (ઉદાહરણ તરીકે, શિપિંગ ઍપ્સ કે જે લોડ ડિલિવરી અથવા પિકઅપ્સમાં સહાય કરે છે).  જો તમે અમારી ધંધાકીય ઍપ્સમાંની એકનો ઉપયોગ કરતા હો તો, અમે ઍપના અન્ય વપરાશકર્તાઓને તમારી માહિતી વહેંચી શકીએ જેથી તમે અને અન્ય વપરાશકર્તાઓ વચ્ચે લેવડદેવડો અને સંવાદો સગવડમય બનાવી શકાય. 

અમે વૈશ્વિક વ્યાપારના ભાગરૂપે કામ કરતા હોવાથી ઉપર ઉલ્લેખિત પ્રાપ્તિકર્તાઓ તમારા ન્યાયક્ષેત્રની બહાર (અથવા અમે જ્યાં સેવાઓ પૂરી પાડતા હોઈએ તે ન્યાયક્ષેત્રમાં) આવેલા હોઈ શકે છે. વધુ માહિતી માટે નીચે “વ્યક્તિગત માહિતીની આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર” પરનો વિભાગ જુઓ.

તમારા વિશેના સ્વયંભૂ નિર્ણયો

અમે નીચેના સંજોગોમાં તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને તમારા વિશેના સ્વચાલિત નિર્ણયો લઈ શકીએ છીએ:

  • નોકરીમાં ખાલી પડેલી જગ્યાઓ માટે મોટી સંખ્યામાં અરજદારોનું મૂલ્યાંકન કરતી વખતે સ્વચાલિત પ્રક્રિયાનો ઉપયોગ થઈ શકે છે. આ હેતુઓ માટે અમે વિનંતી કરીએ છીએ કે તમે એક પ્રોફાઇલ બનાવો અને નોકરી સાથે સંબંધિત અમુક પ્રશ્નોના જવાબ આપો, જેથી પ્રકાશિત થયેલી નોકરીની આવશ્યકતાઓની સરખામણીએ તમારાં કૌશલ્યોનું મૂલ્યાંકન કરી શકાય.  પસંદગીની પ્રક્રિયામાં આગામી પગલા સુધી જવા માટે કયા ઉમેદવારોને અનુમતિ આપવામાં આવી શકે છે તે નક્કી કરવા માટે નક્કી કરેલ કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ શકે છે. અમે આ ડેટા અને પ્રક્રિયાને પ્રાસંગિક માનીએ છીએ, કારણ કે તે અમને અમારી ખાલી જગ્યાઓ માટે સૌથી યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં મદદ કરશે.  મૂલ્યાંકનના પરિણામનો પ્રભાવ તમે જે ખાલી જગ્યા માટે અરજી કરી હોય તેના માટે તમને કોઈ ભૂમિકા આપવામાં આવશે કે નહિ તેના પર પડી શકે છે.

સ્વયંભૂ નિર્ણય પ્રક્રિયા વિશે વધુ માહિતીની વિનંતી કરવા માટે, સ્વયંભૂ નિર્ણય પ્રક્રિયાના અમારા ઉપયોગનો વિરોધ કરવા માટે અથવા સ્થાનિક કાયદા દ્વારા આવશ્યક હોય તો અમારા દ્વારા સ્વયંભૂ નિર્ણયની સમીક્ષા કરવાની વિનંતી કરવા માટે આ ગોપનીયતા નીતિના “અમારો સંપર્ક કેવી રીતે કરશો” વિભાગમાં પૂરી પાડવામાં આવેલી સંપર્કની માહિતી દ્વારા તમે અમારો સંપર્ક કરી શકો છો.

વપરાશકર્તા દ્વારા નિર્મિત વિષયવસ્તુ

અમારી કેટલીક સેવાઓ અને સોશિયલ નેટવર્કિંગનાં ફીચર્સ દ્વારા તમે સાર્વજનિક પોસ્ટિંગ માટે તમારી પોતાની વિષયવસ્તુ સબમિટ કરવામાં સક્ષમ કરી શકે છે.  આ રીતે તમે જે માહિતી પોસ્ટ કરશો તે સાર્વજનિક માહિતી બનશે અને તે આ ગોપનીયતા નીતિને આધીન નથી.  અમારી વેબસાઇટો અને અમારાં સોશિયલ મીડિયાનાં પૃષ્ઠોના અમુક વિસ્તારોથી વપરાશકર્તાઓ Koch અથવા તેના આનુષંગિકોને વ્યક્તિગત માહિતી સબમિટ કરવામાં સક્ષમ કરી શકે છે.  આવી માહિતીનો ઉપયોગ વેબસાઇટ’ની ગોપનીયતા નીતિ મુજબ કરવામાં આવશે.  પોસ્ટિંગ્સ, પત્રો અને અન્ય રજૂઆતો Koch ની મિલકત બને છે અને કોઈ પણ હેતુ માટે અને કોઈ પણ રીતે તમારા નામ સહિત સંપૂર્ણ કે આંશિક રીતે તેનું પુન:નિર્માણ કરવામાં આવી શકે છે.

અન્ય સાઇટોની લિંક્સ

અમારી વેબસાઇટો અથવા સંવાદો અન્ય વેબસાઇટોની લિંક પૂરી પાડી શકે છે, જેમાં એવા સોશિયલ નેટવર્ક અથવા ભાગીદારોનો પણ સમાવેશ થાય છે જેઓ કો-બ્રાન્ડિંગની સમજૂતીના ભાગરૂપે અમારા લોગો(ઓ)નો ઉપયોગ કરી શકે છે.  Koch દ્વારા કોઈ પણ જોડાયેલ સેવાઓ પૂરી પાડવામાં આવતી ન હોય તે હદ સુધી અમે કોઈ સેવાઓ અથવા આ વેબસાઇટો પર જોવા મળતી કોઈ પણ વિષયવસ્તુ માટે જવાબદાર નથી.  જો તમે ત્રાહિત પક્ષની સેવાઓ અથવા વેબસાઇટો પર માહિતી પૂરી પાડતા હો અને આ સેવાઓ કે વેબસાઇટોનો ઉપયોગ કરતા હો તો તે સાઇટો પર ગોપનીયતા નીતિ અને સેવાઓની શરતો લાગુ પડે છે.  અમે તમને વ્યક્તિગત માહિતી સબમિટ કરતા પહેલા તમે મુલાકાત લો છો તે વેબસાઇટ્સની ગોપનીયતા નીતિઓ વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

અમે વ્યક્તિગત માહિતીનું કેવી રીતે રક્ષણ કરીએ છીએ

માહિતીની સંવેદનશીલતાના પ્રમાણને જોતાં તમે પૂરી પાડો એવી માહિતીની હાનિ, દુરુપયોગ કે અનધિકૃત રીતે મેળવેલ, જાહેરાત, ફેરફાર કે નાશ સામે વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવા માટે અમે વાજબી વહીવટી, ટૅકનિકલ અને/અથવા ભૌતિક સલામતીના ઉપાયો અને સુરક્ષાનાં યોગ્ય પગલાં જાળવીએ છીએ.  જોકે, ઇલેક્ટ્રૉનિક ડેટા પ્રસારણ અથવા માહિતીના સંગ્રહનું કોઈ માધ્યમ સંપૂર્ણપણે સલામત ન હોવાથી અમે તમારી અંગત માહિતીની સુરક્ષાની ખાતરી આપી શકીએ નહિ. તમારી માહિતી પર અસર કરતી કોઈ ઘટના નોંધાય તો અમે તેની તપાસ કરીશું અને રિપોર્ટિંગની તમામ જરૂરી આવશ્યકતાઓનું પાલન કરીશું.

અંગત માહિતીની આંતરરાષ્ટ્રીય તબદિલી

અમેરિકામાં મુખ્ય મથક, Koch એ વૈશ્વિક સંસ્થા છે, જેનું – મુખ્યાલય અમેરિકામાં – છે જે ઘણા દેશોમાં વ્યાપાર કરે છે.  અમે તમારી વ્યક્તિગત માહિતી Koch, તેના આનુષંગિકો, અમારા સેવા પ્રદાતાઓ અને અન્ય ત્રાહિત પક્ષકારો કે જેઓ તમારા વસવાટના દેશની બહારના દેશોમાં રહેતા હોય તેમને આપી શકીએ છીએ.  વિવિધ દેશોમાં ડેટા રક્ષણના કાયદાઓ તમારા દેશના કાયદાઓ કરતાં અલગ હોઈ શકે છે, પરંતુ આ ગોપનીયતા નીતિમાં વર્ણવ્યા પ્રમાણે અને કાયદા પ્રમાણે તમારી વ્યક્તિગત માહિતી સાથે વ્યવહાર કરવામાં આવે તેની ખાતરી કરવા માટે અમે સલામતીના યોગ્ય ઉપાયો (જેમ કે કરાર સંબંધિત પ્રતિબદ્ધતાઓ) અમલમાં મૂક્યા છે. જ્યાં અમને લાગુ કાયદા દ્વારા આમ કરવું જરૂરી છે, અમે ખાતરી કરીએ છીએ કે તમારી વ્યક્તિગત માહિતીને તમારા વસવાટના દેશની બહાર સ્થાનાંતરિત કરતા પહેલા અમે લાગુ કાયદાની જેમ કે અન્ય પક્ષ સાથેના કરારના કરારને અપનાવવા આવશ્યકતાઓનું પાલન કરીએ છીએ.  અમલમાં મૂકવામાં આવેલા સલામતીના આ યોગ્ય ઉપાયો વિશે વધુ માહિતી માટે કૃપા કરીને આ ગોપનીયતા નીતિના વિભાગ “અમારો સંપર્ક કેવી રીતે કરશો” માં પૂરી પાડવામાં આવેલી સંપર્કની માહિતી દ્વારા અમારો સંપર્ક કરો.

અંગત માહિતી કેટલો સમય રાખવામાં આવે છે

જ્યાં સુધી તમારી સાથે અમારો સંબંધ રહે ત્યાં સુધી અમે તમારી વ્યક્તિગત માહિતી રાખીશું.  એક વખત તમારી સાથેના અમારા સંબંધનો અંત આવે પછી અમે તમારી વ્યક્તિગત માહિતીને અમુક સમયગાળા માટે જાળવી રાખીશું જે અમને આ માટે સક્ષમ બનાવે છે:

  • વિશ્લેષણ અને/અથવા ઑડિટના હેતુઓ માટે વ્યાપારી નોંધો જાળવવામાં
  • કાયદા હેઠળ નોંધોની જાળવણીની આવશ્યકતાઓનું પાલન કરવામાં
  • કોઈ પણ પ્રવર્તમાન કે સંભવિત કાનૂની દાવાઓનો બચાવ કરવામાં અથવા લાવવામાં
  • સેવાઓ વિશેની કોઈ પણ ફરિયાદોનું સમાધાન કરવામાં

જ્યારે આ હેતુઓ માટે તમારી વ્યક્તિગત માહિતી બિલકુલ આવશ્યક ન રહે ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતી ડીલીટ કરીશું.  જો એવી કોઈ પણ માહિતી હોય કે જે અમે ટેકનિકલ કારણોથી અમારી સિસ્ટમમાંથી સંપૂર્ણપણે ડીલીટ કરી શકતા ન હોઈએ તો ડેટા પર કોઈ પણ વધુ પ્રક્રિયા કે તેના ઉપયોગને અટકાવવા માટે અમે યોગ્ય પગલાંઓનો અમલ કરીશું.

તમારી અંગત માહિતીનો અધિકાર

સ્થાનિક કાયદાને આધિન તમારી વ્યક્તિગત માહિતી બાબતે તમારી પાસે કેટલાક અધિકારો હોઈ શકે છે.  આમાં નીચેની બાબતો માટેના અધિકારોનો સમાવેશ થાય છે:

  • તમારી વ્યક્તિગત માહિતી મેળવવી;
  • તમારા વિશે જે માહિતી અમારી પાસે હોય તેમાં સુધારો કરવાનો;
  • તમારી વ્યક્તિગત માહિતી ભૂંસી કાઢવી અથવા ડીલીટ કરવાનો;
  • તમારી વ્યક્તિગત માહિતીનો અમે જે ઉપયોગ કરીએ છીએ તેને મર્યાદિત કરવાનો;
  • તમારી વ્યક્તિગત માહિતીનો અમે જે ઉપયોગ કરીએ છીએ તેનો વાંધો લેવાનો;
  • જો લાગુ પડતું હોય તો તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવા માટેની તમારી સંમતિ પાછી ખેંચી લેવાનો;
  • ઉપયોગ થઈ શકે એવા ઇલેક્ટ્રૉનિક સ્વરૂપમાં તમારી વ્યક્તિગત માહિતી મેળવવી અને તેને ત્રાહિત પક્ષકારને પ્રસારિત કરવાનો (ડેટા પૉર્ટેબિલિટિનો અધિકાર);
  • લક્ષિત જાહેરાત, ચોક્કસ પ્રોફાઇલિંગ અથવા તમારી વ્યક્તિગત માહિતીના વેચાણના હેતુઓ માટે તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયાને નાપસંદ કરવાનો; અને
  • તમારા સ્થાનિક ડેટા સંરક્ષણ સત્તાવાળા સાથે (જો લાગુ પડતું હોય તો) ફરિયાદ દાખલ કરવી.

જો તમારી માહિતી બદલાય અથવા અમારી પાસે રહેલી તમારી વ્યક્તિગત માહિતી અચોક્કસ હોય તો અમે તમારી માહિતી અપડેટ કરવા કે તેમાં સુધારો કરવા માટે તમે અમારો સંપર્ક કરો એવો આગ્રહ કરીએ છીએ. કૃપા કરીને નોંધ લેશો કે તમારી ઓળખની ખરાઈ કરવા અને તમારી વિનંતીઓનો જવાબ આપવા માટે અમને તમારા તરફથી વધારાની માહિતીની જરૂર પડે એવી સંભાવના છે. જો તમે સ્થાનિક કાયદા હેઠળ સ્થાપિત મર્યાદાઓને આધીન તમારા લાગુ પડતા અધિકારોની ચર્ચા કરવા માંગતા હો અથવા તેનો ઉપયોગ કરવા ઇચ્છતા હો તો કૃપા કરીને આ ગોપનીયતા નીતિના વિભાગ “અમારો સંપર્ક કેવી રીતે કરશોમાં” પૂરી પાડેલી સંપર્કની માહિતી દ્વારા અમારો સંપર્ક કરો. અમે વાજબી સમયમર્યાદાની અંદર અને લાગુ પડતા કાયદા દ્વારા સ્થાપિત સમયમર્યાદાઓની અંદર તમને જવાબ આપીશું. લક્ષિત જાહેરાતના હેતુઓ માટે તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયાને નાપસંદ કરવા માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો. સ્થાનિક કાયદાને આધીન, તમે અહીં ક્લિક કરીને સબમિટ કરેલી વિનંતીના સંદર્ભમાં અમારા નિર્ણયની અપીલ કરી શકો છો. 

બાળકો

અમારી સેવાઓ સામાન્ય રીતે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી નથી.  16 વર્ષથી નીચેની કોઈ વ્યક્તિ પાસેથી અમે માતા કે પિતાની સંમતિ વિના ઇરાદાપૂર્વક વ્યક્તિગત માહિતી એકત્ર કરતા નથી.  જો તમને જાણ થાય કે અમે માતા-પિતાની સંમતિ વિના 16 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસેથી વ્યક્તિગત માહિતી એકત્ર કરી છે તો કૃપા કરીને અમને જાણ કરો, જેથી અમે યોગ્ય કાર્યવાહી કરી શકીએ.

પ્રાદેશિક જરૂરી સૂચનાઓ

કેલિફોર્નિયા: જો તમે કૅલિફોર્નિયાના રહીશ હો અને અમને તમારી વ્યક્તિગત માહિતી પૂરી પાડી હોય તો માર્કેટિંગના પ્રત્યક્ષ હેતુઓ માટે અમારા સહયોગીઓ સહિતના ત્રાહિત પક્ષકારો, જો તેઓ અલગ કાનૂની સંસ્થા હોય તો તે સહિતના લોકોને તમારી વ્યક્તિગત માહિતી આપવાની અમને ના કહી શકો છો. આ ગોપનીયતા નીતિના વિભાગ “અમારો સંપર્ક કેવી રીતે કરશોમાં” આપેલી સંપર્કની માહિતી દ્વારા અમારો સંપર્ક કરીને કૃપા કરીને અમને તમારો વિકલ્પ જણાવો. અમારી કેલિફોર્નિયા ગ્રાહક ગોપનીયતા સૂચનાની પહોંચ મેળવવા માટે અહીં ક્લિક કરો.  

ચીન: ચીનના વ્યક્તિઓએ પૂરક ચીનની ગોપનીયતા સૂચના માટે સ્થાનિક ભાષાનું સંસ્કરણ જોવું જોઈએ.

અમારી ગોપનીયતાની નીતિમાં અપડેટ્સ

અમે સમય સમય પર આ ગોપનીયતા નીતિમાં ફેરફારો કે અપડેટ કરી શકીએ છીએ. જ્યારે નીતિ નજીકના ભૂતકાળમાં જ અપડેટ કરાઈ હોય ત્યારે અમે નીતિની ઉપર આ બાબત સૂચવીશું. જો અમે આ ગુપ્તતા નીતિમાં ભારે ફેરફારો કરીએ તો અમે તમને આ ફેરફારો અંગે જાણ કરીશું. કોઈ પણ ફેરફારો પોસ્ટ કર્યા પછી તાત્કાલિકપણે અમલી બનશે, સિવાય કે અન્યથા સૂચવવામાં આવ્યું હોય. જ્યારે આ ગોપનીયતા નીતિમાં કરાયેલા ફેરફારોથી પ્રક્રિયા કરવાની પ્રકૃતિ પર પાયાની અસર પડે અથવા અન્યથા તમારા પર ભારે પ્રભાવ પડે તો અમે તમને પૂરતા સમય અગાઉ આગોતરી નોટિસ આપીશું, જેથી તમને તમારા અધિકારોનો ઉપયોગ કરવાની તક મળે.  

અમારો સંપર્ક કેવી રીતે કરશો

જો તમને આ ગોપનીયતા નીતિ વિશે કોઈ પ્રશ્નો હોય અથવા ટિપ્પણીઓ કરવા માંગતા હો અથવા જો તમે ઇચ્છતા હો કે અમારી પાસે રહેલી તમારા વિશેની માહિતી અથવા તમારી પસંદગીઓ અમે કાઢી નાખીએ કે અદ્યતન કરીએ તો કૃપા કરી ગોપનીયતા ઇનટેક વેબફોર્મ નો ઉપયોગ કરીને અથવા નીચે લાગુ પડતા સંપર્કસૂત્રને લખીને અમારો સંપર્ક કરો:
 

Koch, Inc.
Koch એન્જીનીયર્ડ સોલ્યુશન્સ, LLC
અનુપાલન & નીતિમત્તા વિભાગ
P.O. બોક્સ 2256
વિચિતા, KS 67201-2256, USA
 
ફ્લિન્ટ હિલ્સ રિસોર્સીસ, LLC
અનુપાલન & નીતિમત્તા વિભાગ
P.O. બોક્સ 2256
વિચિતા, KS 67201-2256, USA
 
ઇન્વિસ્ટા ઇક્વિટીસ, LLC
અનુપાલન & નીતિમત્તા વિભાગ
P.O. બોક્સ 2936
ધ્યાન આપે: અનુપાલન & નીતિમત્તા ઓફિસ
વિચિતા KS, 67201-2936, USA
 
જ્યૉર્જીયા-પેસિફિક LLC
ગોપનીયતા ઓફિસ
P.O. બોક્સ 105605
એટલાન્ટા, GA 30348, USA
 
ગાર્ડિયન ઇન્ડસ્ટ્રીસ હોલ્ડિંગ્ઝ, LLC
અનુપાલન & નીતિમત્તા વિભાગ
2300 હાર્મન રોડ
ઓબર્ન હિલ્સ, MI 48326, USA
 
મોલેક્સ, LLC
અનુપાલન & નીતિમત્તા વિભાગ
2222 વેલિંગ્ટન કોર્ટ
લિસ્લે, IL 60532-1682
 
Koch એજી & ઍનર્જી સૉલ્યુશન્સ, LLC
અનુપાલન & નીતિમત્તા વિભાગ
P.O. બોક્સ 2985
વિચિતા, KS 67201-2985, USA
 
Koch મિનરલ્સ & ટ્રેડિંગ, LLC
અનુપાલન & નીતિમત્તા વિભાગ
P.O. બોક્સ 2256
વિચિતા, KS 67201-2256, USA
 
Koch કેપેબિલિટીઝ, LLC (અગાઉ Koch બિઝનેસ સોલ્યુશન્સ, LP તરીકે ઓળખાતું હતું)
અનુપાલન & નીતિમત્તા વિભાગ
ડેટા રક્ષણ અધિકારી
P.O. બોક્સ 2256
વિચિતા, KS 67201-2256, USA